vahli dikri yojana documents gujarati - વાહલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો

vahli dikri yojana documents gujarati - વાહલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો


નમસ્કાર મિત્રો આજે આપને આ લેખના માધ્યમ થી વાહલિ દીકરી યોજનામાં ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં દસ્તાવેજો જોયીયે તેની જાણકારી મેળવવાના શીએ તો ધ્યાન થી અંત સુધી વાંચતા રહો.



vahli dikri yojana documents gujarati - વાહલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો
vahli dikri yojana documents gujarati


વાહલી દીકરી યોજના શું છે - vahli dikri yojana


ગુજરાત સરકાર દ્વારા "બેટી બચાઓ, બેટી પઢાઓ" યોજના ની જેમ જ વાહલી દીકરી યોજના નો હેતુ પણ એ જ છે જેનાથી દીકરીઓ ને જન્મથી લઈ ને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે અને દીકરા દીકરીમાં કોઈ ભેદભાવ ન થાય તે હેતુ થી વાહલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે.


વાહલી દીકરી યોજનામાં કેટલો લાભ મળે


વાહલી દીકરી યોજના હેઠળ કુલ 1,10,000₹ ની સહાય મળવા પાત્ર છે. જ્યારે દીકરીનો જન્મ થાય તેના 2 વર્ષની અંદર વાહલી દીકરી યોજનાનું ફોર્મ ભરવાનું હોય છે અને ત્યાર બાદ જ્યારે દીકરી 5 વર્ષની થાય અને  નિશાળમાં ભણવા માટે દાખલ થયા પછી 4000₹ મળશે અને ત્યાર બાદ દીકરી 9 માં ધોરણ માં પ્રવેશ કરશે ત્યારે 6000₹ મળશે. પછી જ્યારે દીકરીના 18 વર્ષની ઉંમર થશે ત્યારે તેના લગ્ન માટે 1,00,000₹ ની સહાય મળશે. આમ, કુલ 1,10,000₹ વાહલી દીકરી યોજના અંતર્ગત મળવા પાત્ર છે.


વાહલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો


હવે ઘણા મિત્રોને પ્રશ્ન છે કે વાહલી દીકરી યોજનામાં ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં દસ્તાવેજો ની જરૂર પડશે તો તેની જાણકારી પણ આપણે નીચે આપી છે.


  1. દીકરીના જન્મનો દાખલો 

  2. દીકરીનું આધાર કાર્ડ

  3. માતા - પિતા બંનેના આધાર કાર્ડ

  4. માતા - પિતા બંનેના જન્મ ના દાખલ અથવા શાળા શોડ્યાનું પ્રમાણપત્ર

  5. દીકરીના માતા - પિતાની સંયુક્ત આવકનો દાખલો

  6. દંપતીના પોતાના તમામ હયાત બાળકોના જન્મના દાખલ

  7. અરજદારના રેશન કાર્ડની નકલ

  8. દંપતીનું લગ્ન નોંધણી પ્રમણપત્ર ( મેરેજ સર્ટિફિકેટ )

  9. દીકરીના માતા - પિતા બંનેના જાતિ અંગેના પ્રમાણપત્ર


વાહલી દીકરી યોજનામાં ફોર્મ ભરવા માટે ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. વાહલી દીકરી યોજનામાં ફોર્મ ભરવાની મુદત દીકરીના જન્મ થી 18 મહિના ( દોઢ વર્ષ ) ની અંદર ફોર્મ ભરી શકાશે ત્યાર બાદ ફોર્મ સ્વીકારવામાં નહિ આવે.


અંતિમ શબ્દ


વાહલી દીકરી યોજના બાબતે તમને કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તો અમને કમેન્ટ કરીને જણાવો જેથી કરીને અમે દરેક સમસ્યાનું નિવારણ કરી શકીએ.


Post a Comment

0 Comments