રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે હવે નઈ ખાવા પડે મામલતદાર કચેરીના ધકા - ration card ma name addition form gujarat

રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે ઓનલાઈન

રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે હવે નઈ ખાવા પડે મામલતદાર કચેરીના ધકા - ration card ma name addition form gujarat


ration card name add online
ration card name add online


આજના સમયમાં રેશન કાર્ડ દરેક કુટુંબ પાસે હોવું જરૂરી બની ગયું છે તેમજ તરેક કુટુંબે પોતાના રેશન કાર્ડમાં પોતાના ઘરના દરેક સભ્યોના ના રેશન કાર્ડમાં દાખલ કરાવવા પણ ખૂબ જ જરૂરી છે જેથી કરી ને કોઈ ને પણ રેશન કાર્ડમાં નામ દાખલ કરાવવું હોય તો તેણે પોતાના તાલુકા કક્ષાએ આવેલ મામલતદાર કચેરીએ જવું પડે છે પણ આજ ના આ ડિજિટલ યુગમાં તમે ઘરે બેઠા બેઠા પણ ઓનલાઈન પોતાના રેશન કાર્ડમાં ઘરના કોઈ પણ સભ્યનું નામ દાખલ કરાવી શકો છો. પરંતુ ઘણા લોકો આવી સુવિધાઓ ની જાણકારી થી અજાણ હોય છે તેથીજ આજે હું તમને શીખવવાનો શું કે તમે ઘરે બેઠા બેઠા કેવી રીતે રેશન કાર્ડમાં નામ દાખલ કરાવી શકો છો તો આ લેખને અંત સુધી વાંચતા રહો.


રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે જરૂરી દસ્તાવેજો - Required documents for name add in ration card


રેશન કાર્ડમાં નામ દાખલ કરવાની પ્રકિયા જાણતા પહેલા આપને જોય લઈએ કે નામ દાખલ કરવા માટે ક્યાં ક્યાં દસ્તાવેજો ની જરૂર પડશે.


  • ઓરિજનલ રેશન કાર્ડ 

  • આધાર કાર્ડ 

  • જન્મનો દાખલો ( બાળક ના નામ માટે )

  • મેરેજ સર્ટિફિકેટ ( પત્ની ના નામ માટે )

  • ચૂંટણી કાર્ડ  ( 18 વર્ષથી ઉપર હોય તો )

  • પાસપોર્ટ ફોટો


ઉપરોક્ત તમામ દસતાવેજો સાથે રાખી તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર માં ડિજિટલ ગુજરાતની વેબસાઈટ ખોલવાની છે અને સૌપ્રથમ તો તમારે New registration ( citizen ) પર ક્લિક કરી ને તમારું નવું એકાઉન્ટ બનાવવાનું છે.


એકાઉન્ટ બનાવ્યા બાદ તમે તમારા યુઝર આઈડી તરીકે મોબાઈલ નંબર અથવા ઇમેઇલ આઇડી દ્વારા લોગીન કરો.


લોગીન થઈ ગયા બાદ home પેજ પર જાઓ અને ત્યારે બાદ request a new service બટન પર ક્લિક કરો અને ફિલ્ટર સર્વિસમાંથી રેશન કાર્ડ ને પસંદ કરો.


હવે તમારી સામે રેશન કાર્ડ ને લગતી તમામ સેવાઓ દેખાશે જેમાંથી તમારે Addition of name in ration card પર ક્લિક કરવાનું છે.


ત્યારે પછી તમારી સામે ક્યાં ક્યાં દસ્તાવેજો ની જરૂર છે તે દેખાશે અને નીચે continue to service બટન હસે તેના પર ક્લિક કરો.


હવે તમારે ફોર્મ ભરવાનું છે જેમાં તમારું નામ, એડ્રેસ, જાતિ, વગેરે માહિતી આપવાની છે અને નીચે તમારે જેનું નામ દાખલ કરવું છે તેનું નામ એડ કરવાનું છે ત્યાર બાદ continue પર ક્લિક કરો અને માગ્યા મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની છે.


ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ continue કરશો એટલે પેમેન્ટ કરવાનું થશે જેમાં તમારે 20₹ પેમેન્ટ કરી અને confirm કરશો એટલે તમારી અરજી સિદ્ધિ મામલતદાર કચેરીએ જતી રહેશે.


નિષ્કર્ષ


રેશન કાર્ડમાં નામ દાખલ કરવાની અરજી કર્યા બાદ 15/20 દિવસો પછી તમે ફરી ડિજિટલ ગુજરાત પર લોગીન કરીને તમારી અરજી નું સ્ટેટસ ચેક કરશો તો તમને તેમાં તે પણ પ્રક્રિયા થઈ હસે તે જોવા મળશે. મિત્રો રેશન કાર્ડ સબંધિત તમને કોઈ પણ બીજી માહિતી ની જરૂર હોય તો નીચે કોમેન્ટમાં લખીને એમને જણાવી શકો છો.



Tags :
Name add in ration card,
Digital gujarat name add in ration card,
રેશન કાર્ડમાં નામ દાખલ ઓનલાઈન,
ration card name add online gujarat,
ration card online,
digital gujarat,
Ration card name add documents,

Post a Comment

0 Comments